ઓખા નગરપાલીકા આપનું હાર્દિક સ્વાગત કરે છે…

સ્થાપના

જામનગર જીલ્લાનાં ઓખા મંડળ તાલુકાનાં ૪૨ ગામો પૈકી ચાર ગામ ઓખા ગ્રામ પંચાયત, બેટ-દ્વારકા ગ્રામ પંચાયત, આરંભડા ગ્રામ પંચાયત અને સૂરજકરાડી ગ્રામ પંચાયત નું એકત્રીકરણ કરી ૨૦૦૬ માં નવા અધિનિયમ અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્રારા નગરપાલીકાની રચના કરવામાં આવી છે. જામનગર થી ઓખા રેલમાર્ગ તથા રસ્તા દ્વારા પહોંચી શકાય છે. જામનગર થી દ્વારકાનું અંતર ૧૭૦ કી.મી. અને દ્વારકાથી ઓખાનું અંતર ૩૦ કી.મી. ઓખા નગરપાલીકા વિસ્તારનાં ત્રણેય બાજુ અરબી સમુદ્ર છે. બેટ-દ્વારકા હિંદુ તથા શીખ સંપ્રદાયનાં પવિત્ર યાત્રા – તીર્થ સ્થાનો આવેલ છે.

હિન્દુ સાહિત્ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્ણ, જેને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો. શ્રી કૃષ્ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી. હાલનું ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે.

ભારતનાં ગુજરાત રાજયમાં પશ્વિમ છેવાડે LAG. ૨૨ °.૨૮’ ઉત્તર અક્ષાંશ અને LONG ૬૯ °.૦૫’ પૂર્વ રેખાંશ પર ઓખા નગર વસેલુ છે. ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં આવતા ઓખા ના વિકાસ માં વેગ મળ્યો. ભારતને સ્વતંત્રતા મળતાં ઓખાનો મુંબઇ રાજયનાં અમરેલી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો. ૧૯૬૦ માં ગુજરાત રાજય અસ્તિવમાં આવતાં ઓખા નગર નો સમાવેશ ગુજરાત રાજયનાં જામનગર જીલ્લામાં કરવામાં આવ્યો. ૧૯૫૩ માં ઓખા ડિસ્ટ્રીક્ટ મ્યુનીસિપાલીટીની સ્થાપના થઇ અને ત્યાર પછી ગુજરાત પંચાયત અમલ માં આવતા ઓખા ગ્રામ પંચાયત ની રચના થઇ.

બેટ – દ્વારકા એ અતિ પ્રાચિન રમણીય ચંદ્રાકાર ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો અહિયાં ઉધ્ધાર કરેલ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ – દ્વારકા હિન્દુ, મુસ્લીમ તથા શિખના પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. ઓખાથી બેટ – દ્વારકા ત્રણ નોટીકલ માઇલનાં અંતરે છે અને યાંત્રીક વહાણમાં ઓખા પેસેન્જર જેટી થી પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા પહોંચી શકાય છે. જેમ દ્વારકાનગરી ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની કહેવાય છે.

સ્થાપત્ય ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી આવી અરબસાગર કિનારે દ્વારકાનગરી વસાવી અને જે સ્થળેથી બેટ-શંખોધ્ધાર જવાતું તે હાલનું ગામ આરંભડા.પૌરાણીક સમયનું કુશસ્થળ અથવા આરંભદ્વાર. ભૌગોલીક મહત્વ: જામનગર જીલ્લાનાં દ્વારકા તાલુકા માંહેનુ આરંભડા એ એક ઐતિહાસીક ગામ છે. વાઢેર (રાઠોડ) વંશનાં રાજવીઓનું રાજ હતું. મોગલોનાં સમયમાં સવાજી રાઠોડની આણ વર્તાતી હતી. આ ઐતિહાસીક નગરને ફરતે મજબુત કિલ્લા-બરજ હતાં.

સ્થાપત્ય ઇતિહાસ દ્વારકાથી ઓખા આવતાં ૨૦ કી.મી.નાં અંતરે ટાટા કેમીકલ્સ લી. – મીઠાપુર ખાતે સોડા એશ નમક બનાવતો ઉધોગ આવે છે. મીઠાપુરથી ૨ કી.મી.નાં અંતરે કંપનીનાં વિસ્તારની બાજુમાં સૂરજકરાડી નગર આવેલ છે. ભૌગોલીક મહત્વ : સૂરજકરાડી ગામ એ આજુબાજુનાં ગામડાંના ખેત-મજુરો, સારૂં હટાણું ખરીદી કરવાનું સ્થાન છે. ઉપરાંત ટાટા કેમીકલ્સ ઉધોગ જે આજુબાજુનાં બેરોજગારોને રોજગારીની તક પૂરી પાડે છે.

0+
પ્રોજેક્ટ પૂર્ણ કરેલ
0%
કાયમી સફાઇ
0%
ફરીયાદ ઉકેલ
0%
પાર્દર્શકતા

તમારા ધંધા-રોજગારની જાહેરાત અહિં મુકાવો…

૧લી મે, ૨૦૧૧ નાં ગુજરાત સ્થાપના દિવસનાં તમામ ક્ષેત્રે વિકાસનાં મેત્રને તાદશ કરતાં વિશ્વ સમુદાય સમક્ષ પોતાનાં વિકાસની રૂપરેખા સાદર કરી, જામનગર જીલ્લામાં પ્રથમ નગરપાલીકાની વેબસાઈટનું અનાવરણ શ્રી બાલુભા કેર, પ્રમુખશ્રીનાં હસ્તે કરવામાં આવ્યું. ઓખા ન.પા. વિસ્તાર કુદરતી બારમાસી બંદર, અખુટ-અસીમ સ્વચ્છ સમુદ્ર જળરાશી, પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકા આવેલ છે. ઓખા ન.પા. વેબસાઇટના માધ્યમથી આપની જાહેરાત પ્રદર્શીત કરી બીઝનેસનો સર્વાગી વિકાસ કરવા અમો આમંત્રણ પાઠવીએ છીએ.

ઓખા નગર ધંધા-રોજગાર ક્ષેત્રે નીચે મુજબ વિપુલ તકો ધરાવે છે
  • મત્સ્ય ઉધોગ
  • પર્યટન ઉધોગ
  • અતિ રમણીય ટાપુઓ
  • મરીન ઉધોગ
  • એન્જીનીયરીંગ ઉધોગ
  • હોટલ ઉધોગ
  • હોસ્પીટાલીટી ઉધોગ
  • આઇસ ફેકટરી

શુભેચ્છા સંદેશ…

સન્માનીય વિશ્વ નાગરીકોને સાદર જય દ્વારકાધીશ,

ઓખા નગરપાલીકા પોતાની વેબસાઇટ દ્વારા વિશ્વ સમુદાય સાથે જોડાઇ રહી છે, ત્યારે દ્વારકા તાલુકાનાં સૌથી મોટા યુવા સંગઠનનાં સંસ્થાપક તરીકે સહર્ષ આનંદ તથા ગૌરવની લાગણી થાય છે.

ઓખા નગરપાલીકાની વેબસાઇટ બનાવવાની પ્રકિયામાં અમો બધાનો આભાર માનીએ છીએ.

મા. શ્રી પબુભા વિરમભા માણેક – ધારાસભ્યશ્રીનો, મા. શ્રી બાલુભા ભિખાભા કેર – પ્રમુખશ્રીનો, મા. શ્રી એ. એચ. પટેલ – ચીફ ઓફીસરશ્રી, ઓ.ન.પા. નાં કાર્યદક્ષ કર્મચારીગણનો, જેઓ સૌએ અમોને માર્ગદર્શનપુરૂ પાડેલ છે, જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવેલ છે અને ઓખા નગરપાલીકાની વેબસાઇટને યોગ્ય રૂપરેખા આપવા તથા સફળતાપુર્વક યોજના પરીપૂર્ણ કરવામાં સહભાગી થયેલ છે.

નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન

સન્માનીય વિશ્વ નાગરીકો,

વંદેમાતરમ,

ઓખા નગરપાલીકાને વિશ્વ સમુદાય સાથે જોડતા સહર્ષ આનંદ તથા ગૌરવની લાગણી થાય છે. મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યપ્રધાનશ્રી નાં દિર્ઘદ્રષ્ટિ અને પ્રજાલક્ષી વહીવટનાં આયોજન થકી ગુજરાત રાજ્યનો દરેક ક્ષેત્રમાં અપ્રતિમ વેગથી વિકાસ થઇ રહ્યો છે. જામનગર જીલ્લાનાં પશ્ચિમ સીમાડે દ્વારકા તાલુકનાં સૂરજકરાડી, આરંભડા, પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા તથા ઓખા નગરનું એકત્રીકરણ કરી સુગમ વહીવટ અને સપ્રમાણ વિકાસ માટે ઓખા નગરપાલીકાનું વહીવટી માળખુ રોપવામાં આવેલ છે.

અમો આ વેબસાઈટ દ્રારા અમારા વિસ્તારમાં ધંધા – રોજગારની માહિતી તથા તકો, નગરપાલીકાની કાર્યદક્ષ તથા પારદર્શક વહીવટની માહિતી નગરપાલીકા તથા ગુજરાત સરકારશ્રીની યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરવાનો એક નમ્ર પ્રયાસ કરેલ છે…

શ્રી વિજય રૂપાણી, મુખ્ય મંત્રી - ગુજરાત
સપ્રેમ નમસ્કાર,

ઓખા નગરપાલીકાની વેબસાઈટ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરૂં છું.

ઓખા નગરપાલીકા નો વિસ્તાર ધંધા – રોજગારની વિપુલ તકો ધરાવે છે, અખુટ – અસીમ સ્વસ્છ અરબી સમુદ્ર જળરાશી, મત્સ્યોધોગ – પર્યટન ઉધોગને વિપુલ તક, શાંત પ્રદુષણરહિત વાતાવરણ, પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા, શીખ ધર્મનાં પંજપ્યારે માંહેનાં ભાઇશ્રી મોહકમસિંહજી ગુરૂદ્વારા, હાજી કિરમાણી દરગાહ, હનુમાન દાંડી તથા અન્ય અનુપમ સ્થળો આવેલા છે.

આ વેબસાઇટ દ્વારા સામાન્ય જનને સરકારાશ્રીની યોજનાની, નગરાપાલીકાની પારદર્શક વહીવટની માહિતી મળે અને રાષ્ટ્ર તથા ગુજરાતનાં વિકાસ માટે ઓખા નગરપાલીકા નો સહાયક ફાળો મળે તેવો પ્રયાસ રહેશે…

આભાર…

પબુભા માણેક, ધારાસભ્ય - દ્વારકા

સન્માનીય વિશ્વ નાગરીકો,

વંદેમાતરમ,

ઓખા નગરપાલીકાને વિશ્વ સમુદાય સાથે જોડતા સહર્ષ આનંદ તથા ગૌરવની લાગણી થાય છે. મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી નાં દિર્ઘદ્રષ્ટિ અને પ્રજાલક્ષી વહીવટનાં આયોજન થકી ગુજરાત રાજ્યનો દરેક ક્ષેત્રમાં અપ્રતિમ વેગથી વિકાસ થઇ રહ્યો છે.

જામનગર જીલ્લાનાં પશ્ચિમ સીમાડે દ્વારકા તાલુકનાં સૂરજકરાડી, આરંભડા, પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા તથા ઓખા નગરનું એકત્રીકરણ કરી સુગમ વહીવટ અને સપ્રમાણ વિકાસ માટે ઓખા નગરપાલીકાનું વહીવટી માળખુ રોપવામાં આવેલ છે. અમો આ વેબસાઈટ દ્રારા અમારા વિસ્તારમાં ધંધા – રોજગારની માહિતી તથા તકો, નગરપાલીકાની કાર્યદક્ષ તથા પારદર્શક વહીવટની માહિતી નગરપાલીકા તથા ગુજરાત સરકારશ્રીની યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરવાનો એક નમ્ર પ્રયાસ કરેલ છે.

આશા છે કે તમો આ અમારી વેબસાઇટનો ઉપયોગ દ્વારા મહત્વની જાણકારી મેળવશો અને કોઇપણ અગત્ય નાં કોઇ સૂચનો હોય તો વિના સંકોચ ઇ-મેઇલ કરશો…

પ્રમુખશ્રી, ઓખા નગરપાલીકા
સન્માનીય વિશ્વ નાગરીકો, વંદેમાતરમ,

ઓખા નગરપાલીકાને વિશ્વ સમુદાય સાથે જોડતા સહર્ષ આનંદ તથા ગૌરવની લાગણી થાય છે.

મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી નાં દિર્ઘદ્રષ્ટિ અને પ્રજાલક્ષી વહીવટનાં આયોજન થકી ગુજરાત રાજ્યનો દરેક ક્ષેત્રમાં અપ્રતિમ વેગથી વિકાસ થઇ રહ્યો છે.

જામનગર જીલ્લાનાં પશ્ચિમ સીમાડે દ્વારકા તાલુકનાં સૂરજકરાડી, આરંભડા, પવિત્ર યાત્રાધામ બેટ – દ્વારકા તથા ઓખા નગરનું એકત્રીકરણ કરી સુગમ વહીવટ અને સપ્રમાણ વિકાસ માટે ઓખા નગરપાલીકાનું વહીવટી માળખુ રોપવામાં આવેલ છે.

અમો આ વેબસાઈટ દ્રારા અમારા વિસ્તારમાં ધંધા – રોજગારની માહિતી તથા તકો, નગરપાલીકાની કાર્યદક્ષ તથા પારદર્શક વહીવટની માહિતી નગરપાલીકા તથા ગુજરાત સરકરશ્રીની યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરવાનો એક નમ્ર પ્રયાસ કરેલ છે.

ઉપપ્રમુખશ્રી, ઓખા નગરપાલીકા
સપ્રેમ નમસ્કાર,

ઓખા નગરપાલીકાની વેબસાઈટ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરૂં છું.

ઓખા નગરપાલીકા નો વિસ્તાર ધંધા – રોજગારની વિપુલ તકો ધરાવે છે, અખુટ – અસીમ સ્વસ્છ અરબી સમુદ્ર જળરાશી, મત્સ્યોધોગ – પર્યટન ઉધોગને વિપુલ તક, શાંત પ્રદુષણરહિત વાતાવરણ, પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા, શીખ ધર્મનાં પંજપ્યારે માંહેનાં ભાઇશ્રી મોહકમસિંહજી ગુરૂદ્વારા, હાજી કિરમાણી દરગાહ, હનુમાન દાંડી તથા અન્ય અનુપમ સ્થળો આવેલા છે.

આ વેબસાઇટ દ્વારા સામાન્ય જનને સરકારાશ્રીની યોજનાની, નગરાપાલીકાની પારદર્શક વહીવટની માહિતી મળે અને રાષ્ટ્ર તથા ગુજરાતનાં વિકાસ માટે ઓખા નગરપાલીકા નો સહાયક ફાળો મળે તેવો પ્રયાસ રહેશે…

આભાર…

ચીફ ઓફીસર, ઓખા નગરપાલીકા
સન્માનીય વિશ્વ નાગરીકોને સાદર જય દ્વારકાધીશ,

ઓખા નગરપાલીકા પોતાની વેબસાઇટ દ્વારા વિશ્વ સમુદાય સાથે જોડાઇ રહી છે, ત્યારે દ્વારકા તાલુકાનાં સૌથી મોટા યુવા સંગઠનનાં સંસ્થાપક તરીકે સહર્ષ આનંદ તથા ગૌરવની લાગણી થાય છે.

ઓખા નગરપાલીકાની વેબસાઇટ બનાવવાની પ્રકિયામાં અમો બધાનો આભાર માનીએ છીએ.

મા. શ્રી પબુભા વિરમભા માણેક – ધારાસભ્યશ્રીનો, મા. શ્રી બાલુભા ભિખાભા કેર – પ્રમુખશ્રીનો, મા. શ્રી એ. એચ. પટેલ – ચીફ ઓફીસરશ્રી, ઓ.ન.પા. નાં કાર્યદક્ષ કર્મચારીગણનો, જેઓ સૌએ અમોને માર્ગદર્શનપુરૂ પાડેલ છે, જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવેલ છે અને ઓખા નગરપાલીકાની વેબસાઇટને યોગ્ય રૂપરેખા આપવા તથા સફળતાપુર્વક યોજના પરીપૂર્ણ કરવામાં સહભાગી થયેલ છે.

યુવાશકિત, યુવાશકિત – દ્વારકા તાલુકા હોદેદારો

હેલ્પલાઇન નંબર્સ

  • બાળ હેલ્પલાઈન – 1098
  • મહીલા હેલ્પલાઈન – 1091
  • ક્રાઈમ સ્ટોપર (ગુનો રોકવો) – 1090
  • બચાવ અને રાહત કમિશનર – 1070
  • નાગરીક કોલ સેન્ટર – 155300
  • સર્વ શિક્ષા અભિયાન – એસએસએ શાળા વિશેની તમામ માહિતી – 1800-233-7965

ઓખા નગરપાલીકા સમાચાર

ઓખા નગરપાલીકા ના સંક્ષીપ્ત સમાચાર માટે તમે અહિં પર જોઇ શકો છો અને તમારી ટીપ્પણીઓ આપી શકો છો તેમજ અહિં ઓખા વિશેના કોઇ પણ સમાચાર આપવાં માટે અમારૂં ઉપર દર્શાવેલ ઇ-મેઇલ પર મોકલી શકો છો…

  • ઓ.ન.પા. સામાન્ય સમાચાર
  • ટેન્ડર સમાચાર
  • ઠરાવોની માહિતી
  • યોજનાઓની માહિતી
  • રોજગાર સમાચાર
  • જાહેર નોટીસ